ચીન પર ભારત સરકારે બીજીવાર ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. ચીનની વધુ 47 એપ પર ભારત સરકારે પ્રતિબંધ લગાવ્યો છે આ પહેલા ભારત સરકારે 59 ચીની એપ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધિત એપમાં મોટાભાગે કલોનિંગવાળી એપ સામેલ છે આ એપ થોડા સમય પહેલા બેન કરાયેલ એપના કલોન તરીકે કામ કરી રહી હતી. આ એપ પર વપરાશકર્તા ના ડેટા ને જોખમ હોવાનું આરોપ છે.
PUBG ની સાથે 275 ચીની એપની લીસ્ટ
સૂત્રો મુજબ જે કંપનીનો સર્વર ચીનમાં છે તેમના પર રોક લગાવવામાં આવી શકે છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે 275 ચીની એપ માં લોકપ્રિય એપ PUBG પણ સામેલ છે. જે ચીનના વેલ્યુએબલ ઇન્ટરનેટ Tencent નો ભાગ છે એની સાથે xiaomi ની Zili એપ, Resso એપ, ઈ કોમર્સ Alibaba ની Aliexpress એપ અને Bytedance ની Ulike એપ માહિતી અનુસાર આ બધી એપ પર સરકાર જલ્દી અને 275 ચીની એપ અથવા અમુક એપને બેન કરે તેવી વકી છે.